દુર્ઘટના:થરાદમાં ટ્રકે પાછળથી ટક્કર મારતાં બાઇકસવાર યુવકનું મોત નિપજ્યું

થરાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાવના ચારડીયાવાસના બે મિત્રો થરાદ આવી રહ્યા હતા

વાવના ચારડીયાવાસના બે મિત્રો બાઇક લઇને શુક્રવારની સાંજે થરાદ આવી રહ્યા હતા. ત્યારે થરાદની સરકારી હોસ્પિટલ પાસે પાછળથી ટ્રકના ચાલકે ટક્કર મારતાં બાઇક ચાલક બન્ને મિત્રો નીચે પટકાતાં એક યુવકના પગ ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં મોત નિપજ્યું હતું. થરાદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વાવના ચારડીયાવાસના બે મિત્રો ભુપતભાઇ શંકરભાઇ બારોટ અને હઠાભાઇ પસાભાઇ પરમાર જીજે-જેબી-2753 નંબરનું બાઇક લઇને શુક્રવારની સાંજના પાંચ વાગ્યાના સુમારે થરાદ આવી રહ્યા હતા. આ વખતે થરાદની સરકારી હોસ્પિટલ પાસે આવતાં પાછળ આવી રહેલી આરજે-07-જીએ-7460 નંબરની ટ્રકના ચાલકે ટક્કર મારતાં બંન્ને નીચે પટકાયા હતા.

જે પૈકી બાઇક ચાલક ભુપતભાઇ રોડની સાઇડમાં અને હઠાભાઇ રોડ પર પડતાં તેમના પર ટ્રકનું ખાલી સાઇડનું આગળનું ટાયર આવી જતાં પગ કચડાઇ જવા પામ્યો હતો. આથી લોહી નિકળતી હાલતમાં ટ્રક નીચેથી કાઢીને 108માં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ અને ત્યાંથી મહેસાણા ખસેડાયો હતો.

જો કે રસ્તામાં ઉંઝા પાસે હઠાભાઇનું કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેમને મહેસાણાની બાઇબ્રાટ હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે ભુપતભાઇની ફરિયાદના આધારે 20 વર્ષીય યુવકનું મોત નિપજાવનાર ટ્રકચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...