નિર્ણય:થરાદમાં સુવાસ કોમ્પ્લેક્ષ આગળ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યૂ મુકાશે

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થરાદ પાલિકાની સભામાં 75 લાખનાં વિકાસ કામોની ચર્ચા કરાઈ

થરાદ પાલિકાની ગુરુવારે મળેલી સામાન્ય સભાેમાં 75 લાખનાં વિકાસકામોની ચર્ચા કરી હતી. થરાદમાં સુવાસ કોમ્પ્લેક્ષ આગળ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યૂ મુકવામાં સંમતિ આપવામાં આવી હતી. થરાદ નગરપાલિકાના હોલમાં ગુરુવારે પ્રમુખ જાનકીબેન ઓઝાની અધ્યક્ષતામાં પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં ચીફઓફીસર પંકજ બારોટ, ઉપપ્રમુખ રમેશભાઇ રાજપુત સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સરકારની આવેલી 75 લાખની વિવિધ ગ્રાન્ટોમાંથી વિવિધ વિસ્તારમાં બાકી રહેલાં રોડ, ગટર જેવાં વિકાસકામો નક્કી કરવાની ચર્ચા કરી હતી.

જ્યારે રાજપુત વિકાસ પ્રગતિ મંડળ દ્વારા મહાન વિરાસત મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવાની સંમતિ માંગવામાં આવી હતી. આ અંગે પાલિકાના ઉપપ્રમુખ રમેશભાઇ રાજપુતે જણાવ્યું કે ‘રાજપુત સમાજ દ્વારા સુવાસ કોમ્પ્લેક્ષ આગળના ભાગે કરેલી માંગણી મુજબ પાલિકા દ્વારા ઠરાવ કરી જગ્યા ફાળવી હતી.

વિપક્ષના સદસ્ય દ્વારા તેમના વિસ્તારમાં કામો શરૂ કરવા માંગ
થરાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ચોથાભાઇ રબારીએ તેમના વિસ્તારમાં ઘટતાં કામો કરવાની માંગ કરી હતી. જેમાં હર્ષ બેંગ્લોઝ, ધરણીઘર અને શિવનગર વિસ્તારમાં બંને બાજુ બ્લોકની કામગીરી, સીસીરોડ, ખુલ્લી ગટરો રિપેર, નવાં નાળાં નાંખવા તથા જુના ગંજબજાર, પાવડવાળી શેરી, ચામુંડાનગર, જેલની પાછળના વિસ્તારમાં રોડ લેવલીંગ, પાણીની લાઇન, ખાડાપુરવા સહિતનાં કામો સત્વરે શરૂ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...