હુમલો:ડીસાના શેરપુરામાં જમીન બાબતે પિતરાઈના માથામાં પાઇપ ફટકારી

થરાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તારી બહેનો સાસરે છે અને પિતા બિમાર છે હીને પિતા-પુત્રએ હુમલો કર્યો

ડીસાના શેરપુરામાં જમીન બાબતે પિતા-પુત્રએ પિતરાઈના માથામાં લોખંડની પાઇપ ફટકારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસે પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. શેરપુરા ગામના પ્રકાશકુમાર કુંભાજી જાટ તેમના પિતા કુંભાજી લુંબાજી અને તેમના મોટાભાઇ ભલાજી લુંબાજીની ખેતીની જમીન અલગ-અલગ આવેલ છે. જોકે કાકા ભલાજી અને કુટુંબી કાકા ભમરાજી તથા તાજાજી વચ્ચે તેમની જમીન બાબતે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલે છે.

ત્યારે મંગળવારે સાંજના છ વાગ્યાના સુમારે તેમનો પિતરાઈ રમેશજી ભલાજી જાટ ખેતર તરફ જતાં રસ્તામાં પિતા-પુત્ર ભમરાજી તાજાજી જાટ અને જીતેન્દ્રકુમાર ભમરાજી જાટ મળ્યા હતા. તેમણે રમેશજીને રોકીને કહ્યું કે ‘તારી બહેનને સાસરે મોકલેલ છે અને તારા પિતાજી બીમાર રહે છે અને તારી જમીન અમારે લેવી છે, આથી તેમને કહ્યું કે હું મારી માલિકીની જમીન કોઈ પણ ભોગે તમને આપીશ નહીં તેમ કહેતાં આ પિતા-પુત્રએ ઉશ્કેરાઇને અપશબ્દો બોલી રમેશજીને માથામાં પાઈપ ફટકારી હતી. આથી તે જમીન પર પડી ગયો હતો.

હોબાળો થતા નજીકમાંથી તેમના કાકાએ દોડી આવી વધુ મારમાંથી છોડાવી બંને પિતા-પુત્રને સમજાવી ઘર તરફ રવાના કર્યા હતા. ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે ડીસાની સરકારી બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસે પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...