કામગીરી:થરાદ પાલિકા દ્વારા 50 લાખના ખર્ચેે નવો રોડ બનાવાશે

થરાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેણલમાતાના મંદિરથી નકળંગ મંદિર સુધી ડબલ રોડની સંરક્ષણ દીવાલ બનાવવાની કામગીરી શરૂ

થરાદમાં શેણલમાતાના મંદિરથી નકળંગ મંદિર સુધી ડબલ રોડની સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. માર્કેટ તરફથી નગરમાં પ્રવેશવાના મહત્વપૂર્ણ રોડને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ભવિષ્યમાં આ રોડને નુકશાન ન થાય તે માટે રૂપિયા 27.35 લાખના ખર્ચથી સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝાએ જણાવ્યું હતું કે અગાઉની સામાન્ય સભામાં નગરના વિકાસના કામ માટે ઠરાવો કરવામાં આવ્યા હતા.

જેમાં શેણલમાતાના મંદિરથી નકળંગ ભગવાનના મંદિર સુધી નવીન ડબલ રોડ તેમજ ડિવાઈડર અને સ્ટ્રીટ લાઇટો સાથે અંદાજિત 50 લાખના ખર્ચે બનાવવાનો મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો હતો.’ આ અંગે ઉપપ્રમુખ રમેશભાઇ રાજપુતે જણાવ્યું હતું કે ‘આ નવીન રોડ થરાદ-સાંચોર હાઇવેથી ઢીમા રોડને જોડાતો મુખ્ય રોડ છે. જે 2015 અને 17 માં પુર આવ્યું ત્યાર પછી આ ચાલુ રોડ બંધ થઈ ગયો હતો. મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના 2018-19ની બચત ગ્રાન્ટમાંથી રૂપિયા 27.35 લાખના ખર્ચથી 400 મીટર લંબાઇ ધરાવતા તિરંગા હોટલથી શેણલમાતાજીના મંદીર સુધી પ્રોટેકશન વૉલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...