તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:થરાદની ખોડા ચેકપોસ્ટથી 23 ગ્રામ અફીણ સાથે શખ્સ ઝબ્બે

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઈકોમાં મુસાફરી કરતાં રાજસ્થાનના શખ્સને 5600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ ઉપરથી પેસેન્જર ઇકો ગાડીમાં બેઠેલા રાજસ્થાનના શખ્સને 23 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો.થરાદ પોલીસ સ્ટાફને બાતમી મળી કે અફીણ સાથે એક શખસ આવી રહ્યો છે. જેથી થરાદ પોલીસ સ્ટાફ બાતમીના આધારે ખોડા ચેકપોસ્ટ ઉપર વોચમાં હતા.

દરમિયાન પેસેન્જર ઇકો ગાડી આવતા તેને ઉભી રખાવી ઇકો ગાડીમાં બેઠેલ સવાઇસિહ જવસિહ રાજપુત (રહે.બીસાલા.તા.જી.બાડમેર-રાજસ્થાન) ની પકડી કબ્જામાંથી ગેરકાયદેસર માદક પદાર્થ અફીણનો જથ્થો 23 ગ્રામ કિંમત રૂા.2300, મોબાઇલ ફોન-1 કિંમત રૂા.3000, રોકડ રકમ રૂા.૩૦૦ મળી કુલ રૂા.5600 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આરોપી સવાઇસિહ જવસિહ રાજપુત (રહે.બીસાલા, તા.જી.બાડમેર-રાજસ્થાન) વિરુદ્ધ NDPS એકટ મુજબ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...