રજૂઆત:થરાદમાં છાશવારે ઊભરાતી ગટર પાલિકા અને નગરજનો માટે માથાના દુઃખાવારૂપ

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષના સદસ્યએ કમિશ્નર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી

થરાદમાં અગાઉ બનાવેલી ભૂગર્ભ ગટર છાસવારે ઉભરાતી હોવાની ફરિયાદો ઉઠવા પામે છે.પાલિકાના વિપક્ષના સદસ્યે આ અંગે ગાંધીનગર કમિશ્નર કચેરી સુધી રજૂઆત કરી છે.આનંદીબેન પટેલના મુખ્ય મંત્રીકાળમાં ઘણા વિસ્તારોમાં કરોડોના ખર્ચથી બનેલી ભૂગર્ભ ગટર લાઇન બની ત્યારથી જ ઉભરાઇ રહી છે. પૂર્વ ઉપપ્રમુખ ચોથાભાઇ રબારી દ્વારા રજૂઆત કમિશ્નર કચેરી સુધી કરીને પાલિકા દ્વારા પગલાં ભરવા માંગ કરી હતી.

થરાદના સાગર વ્યાસે શોસિયલ મિડીયામાં પાલિકાને અપીલ કરી હતી કે મહાલક્ષ્મી સોસાયટી તેમજ ગણેશ સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોવાથી ખુબ પરેશાની થઇ રહી છે, જો સમયસર પગલાં નહી લેવાય તો રોગચાળો ફાટી નીકળાવી શક્યતાઓ બહુજ છે.પાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝાએ જણાવ્યું કે ‘ભૂગર્ભ ગટર ઉભરાવવાનો પ્રશ્ન વર્ષોથી છે. તેનું મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પણ અપાય છે. છતાં પણ જે વિસ્તારોમાંથી ફરિયાદ મળે ત્યાં વાહનથી પંપીંગ કરીને કે નવી લાઇનનું આયોજન કરી નિકાલ કરવાનો પ્રયાસ કરાય છે. તેમજ આગામી બેઠકમાં ચર્ચા કરાશે.’

અન્ય સમાચારો પણ છે...