દુર્ઘટના:નાગલાની ગાયત્રીકૃપા પ્રા.શાળામાં આગ લાગી

થરાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
થરાદ તાલુકાના નાગલા ગામની ગાયત્રી કૃપા પ્રાથમિક શાળામાં શોર્ટ સર્ક્રિટથી આગ લાગી હતી. - Divya Bhaskar
થરાદ તાલુકાના નાગલા ગામની ગાયત્રી કૃપા પ્રાથમિક શાળામાં શોર્ટ સર્ક્રિટથી આગ લાગી હતી.

થરાદ તાલુકાના નાગલા ગામની ગાયત્રી કૃપા પ્રાથમિક શાળામાં શનિવારે ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા અને ગ્રામસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન શોટસર્કીટથી સ્ટોરરૂમમાં આગ લાગી હતી. આ અંગે થરાદના ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં દોડેલી ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવામાં આવ્યો હતો. જો કે ગાંધીજયંતીની જાહેર રજા હોવાના કારણે કોઇ અનિચ્છિનીય દુર્ઘટના બનવા પામી ન હતી.

પરંતુ સ્ટોરરૂમમાં રહેલ ટાંકું, ફાઇલો,તથા ફાઇલો રાખવાના ઘોડા સહિત શાળાની સ્ટોરરૂમમાં રહેતી સાધનસામગ્રીને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને લઇને શાળામાં અફરાતફરીનો માહોલ પ્રસરવા પામ્યો હતો. શાળામાં કાર્યક્રમને લઇને વેક્સિનેશનનો કાર્યક્રમ હોઇ શિક્ષકની ઉપસ્થિતી અને માણસોની ચહલપહલ હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...