દુર્ઘટના:થરાદના પ્રગતિનગરમાં મકાનમાં એસીમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી

થરાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ફાયટર આગ બુઝાવે એ પહેલાં જ ઘરવખરી બળીને ખાખ

થરાદમાં આવેલ પ્રગતિનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં બુધવારે એસીમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. ફાયર ફાયટર આગ બુઝાવે એ પહેલાં જ મોટાભાગની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.

થરાદના પ્રગતિનગર સોસાયટીમાં રમેશભાઈ પ્રજાપતિનું મકાનમાં બુધવારના સુમારે એ.સી.માં શોર્ટસર્કિટ થતા એકાએક આગ લાગી હતી. જે તેમના રહેણાંકના મકાનમાં પ્રસરવા પામી હતી. આ અંગે થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર વિક્રમ રાઠોડ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લઇ મકાન માલિકને મોટું નુકસાન થતું અટકાવ્યું હતું. આમ રહેણાંક વિસ્તારમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ થવા પામ્યો હતો.