તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:થરાદના લોઢનોર ગામે પરોઢિયે કરિયાણાની દુકાનમાં આગ લાગી

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દુકાનમાં આગ લાગતાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો. - Divya Bhaskar
દુકાનમાં આગ લાગતાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
  • ફાયર ફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

થરાદના લોઢનોરમાં કરિયાણા સ્ટોર્સની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.દુકાન માલિક વશરામભાઈ નાનજીભાઈ પટેલ ગામની અંદર કરિયાણાની દુકાન ધરાવતા હોઇ જેમાં મંગળવારે સવારે પહેલા પરોઢિયે અચાનક દુકાનમાં આગ લાગતાં ધુમાડાના ગોટા દુકાન ઉપર રહેલા પતરાંની બહાર નીકળતાં દુકાન માલિકને જાણ થતાં નગરપાલિકા ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં ફાયરમેન વિરમજી રાઠોડ, તેમજ ધનજીભાઈ પ્રજાપતિ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતાં વધુ જાનહાની થતી ટળી હતી.સામાન બળી જતાં નુકસાન થયું હતુ.

અન્ય સમાચારો પણ છે...