તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રિક્ષા-બાઈક ટકરાતાં રોડ પર પટકાયેલા પિતા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં મોત

થરાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થરાદ-સાંચોર હાઇવે પર સીએનજી પંપ નજીક ટ્રિપલ અકસ્માત
  • પુત્રને ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો

થરાદ-સાંચોર હાઇવે પર સોમવારે બપોરે સીએનજી પમ્પ નજીક બાઇક તેમજ રીક્ષા સામસામે ટકરાતાં બાઇક સવાર નીચે રોડ પર પટકાતા પાછળથી આવતી ટ્રકનું ટાયર ફરી વળતાં બાઇક સવાર પિતાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ થતાં 108 માં સારવાર અર્થે ખસેડાયો હતો.

ભલાસરના ગિરધારીભાઈ મોડાભાઈ પટેલ (ઉં.વ.આ.45) તેમજ પુત્ર રાહુલભાઈ ગિરધારીભાઈ પટેલ (ઉં.વ.આ.18) બંને પિતા-પુત્ર બાઇક પર સોમવારે થરાદમાં કામ અર્થે આવ્યા હતા. થરાદ બજારમાં કામ પતાવી પોતાના ઘરે ભલાસર જવા નિકળ્યા હતા. ત્યારે થરાદ ચાર રસ્તાથી સાંચોર હાઇવે પર એપીએમસી તરફ જવાના રસ્તે સીએનજી પમ્પ નજીક સામે એપીએમસીથી બજાર તરફ આવતી રીક્ષા નંબર જીજે-18-એયું-0686 સાથે બાઇક ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.

જેમાં બાઇક પાછળ બેઠેલા પિતા ગિરધારીભાઈ નીચે રોડ પર પટકાતા પાછળથી આવી રહેલી ટ્રક નંબર આરજે-18-જીએ-6245 નું ટાયર ફરી વળતાં ગિરધારીભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમાં હાઇવે પર અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે પોલીસ સહિત લોકો દોડી આવી 108ને જાણ કરવામાં આવતાં એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત પુત્ર રાહુલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...