તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:થરાદના ઘોડાસર નજીક જીપડાલાની અડફેટે બાળકનું મોત

થરાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદના ઘોડાસર ગામ નજીક જીપડાલાની અડફેટે એક બાળકનું મોત નિપજ્યું હતુ.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

ઘોડાસરના વાઘાજી નાગજીજી ઠાકોર, વિહાજી ઠાકોર, ભેમાજી નાગજીજી ઠાકોર અને વિક્રમજી (ઉ.વ.10) ડેકા ગામે લગ્ન પ્રસંગમાંથી ઘરે આવી પેસેન્જર ગાડીમાંથી નીચે ઉતર્યા હતા. તે દરમિયાન જેતડા તરફથી આવેલા જીપડાલા નં. જીજે. 01. બી. એક્ષ. 5525ના ચાલકે વિક્રમજીને અડફેટે લીધો હતો. જેને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. આ અંગે વાઘાજીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...