તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:થરાદના ચારડા માઇનોર કેનાલમાં તિરાડ પડતાં 15 ફૂટનું ગાબડું પડ્યુ

થરાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

થરાદના ચારડાની સીમમાંથી પસાર થતી માઇનોર-3 કેનાલમાં લાઈનિંગમાં તિરાડ પડતાં પાણી લીકેજ થવાના કારણે મંગળવારની રાત્રે 15 ફૂટનું ગાબડું પડતાં ખેતર તેમજ રસ્તામાં પાણી રેલાયું હતું. જેમાં જીરૂના પાકમાં પાણી રેલાતાં ખેડૂત પરિવાર ચિંતિત બની ગયો હતો. ખેડૂતે આક્ષેપો કર્યા હતા કે ‘થરાદ પંથકમાં છાશવારે કેનાલો તૂટવાના બનાવો બની રહ્યા છે.

જેમાં ચારડા ગામની સીમમાં રાત્રીના સમયે ગાબડું પડતાં 20 એકર જમીનમાં શિયાળુ સિઝનમાં કરેલા જીરુંના ઉભા પાકમાં પાણી ફરી વળતાં પાકને નુકશાન સર્જાવવાની દહેશત આવી છે. જેમાં નર્મદા વિભાગ અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાનું બાંધકામ કરવામાં આવતાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહેતાં ખેડૂતો ભોગ બની રહ્યા છે.’

નર્મદા વિભાગ અધિકારી પી.એમ.પટેલે જણાવ્યું હતું કે, ચારડા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હોવાની બુધવારે સવારે જાણ થતાં ટીમ સ્થળ પર પહોંચી ગેટ બંધ કરી ગાબડું રીપેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેનાલો તૂટવાના બનાવો લાઇનિંગમાં તિરાડો પડવાથી પાણી લીકેજ થતાં સાઈડની માટીનું ધોવાણ થતાં ગાબડાં પડી રહ્યાં છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો