તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર્વજનિક સ્મશાનગૃહ:થરાદ સાર્વજનિક સ્મશાનગૃહમાં 22 દિવસમાં 89 ના અગ્નિસંસ્કાર કરાયા

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્મશાન ગૃહ ટ્રસ્ટ દ્વારા લાકડાની વ્યવસ્થા કરાઈ

થરાદમાં શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજની પ્રેરણા તેમજ સહયોગથી બનાવવામાં આવેલ સાર્વજનિક સ્મશાનગૃહમાં 22 દિવસમાં 89 મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા છે. અગ્નિ સંસ્કારમાં 5000 મણ લાકડું વપરાયું છે. 18 એપ્રિલથી 10 મે સુધીમાં કુલ 89 કરોના સંક્રમિત મૃતકોના અગ્નિ સંસ્કાર થતાં રોજની સરેરાશ 5 જેટલી નનામીઓ મુક્તિધામ ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. એક ટ્રેકટર ટોલીમાં 200 મણના વજન સાથે 25 ટ્રેકટર ટોલી ભરીને લાકડું સાર્વજનિક સ્મશાન ગૃહ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

+મૃતકની ચિતા સળગી રહ્યા બાદ વાલ્મિકી યુવકો દ્વારા ભઠ્ઠીઓની સાફસફાઈ કરવામાં આવી રહી છે. જેમાં સ્વજનની રાખ એકબાજુ કરી પાણી વડે સફાઈ કરવામાં આવે છે. સાર્વજનિક સ્મશાન ગૃહ મુક્તિધામ ખાતે દાનમાં લાકડું લેવામાં આવે છે. જેથી દાતાઓ આવી પરિસ્થિતિમાં સૂકું લાકડું પહોંચાડે એ દાન સાથે મોટું પૂણ્ય છે.

અન્ય સમાચારો પણ છે...