તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:થરાદના સેદલાઇમાં જુગાર રમતાં 7 શકુનિ ઝડપાયા

થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ,મોબાઇલ સહિત રૂ.22,620નો મુદ્દામાલ જપ્ત

થરાદ પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં શનિવાર રાત્રિ દરમિયાન પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમી મળી કે સેદલાઇ વિસ્તારમાં ઓડવાસમાં ગણપતભાઇ રૂપાભાઇ ઓડ રહેણાંક ઘરની આગળ લાઇટના અજવાળે ખુલ્લામાં જુગાર રમી-રમાડે છે. બાતમી આધારે પોલીસે રેડ કરી 7 જુગારીને રોકડ રકમ રૂ.17,620, 1 મોબાઇલ મળી કુલ કિંમત રૂ.22,620 ના મુદ્દામાલ સાથે ઝડપી તેમની વિરુદ્ધ ધી જુગારધારા એકટ મુજબ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.

ઝડપાયેલા જુગારી

  • ગણપતભાઇ રૂપાભાઇ ઓડ
  • લાલાભાઇ નેમાભાઇ ઓડ
  • ભરતભાઇ રાણાભાઇ ઓડ
  • હીરાભાઇ વર્ધાભાઇ ઓડ
  • અશોકકુમાર પોપોપટભાઇ ઓડ
  • પ્રવિણભાઇ રગનાથભાઇ ઓડ
  • જીવણભાઇ લાખાભાઇ ઓડ (તમામ રહે.થરાદ,સેદલાઇ વિસ્તાર)
અન્ય સમાચારો પણ છે...