આયોજન:થરાદ-વાવના પુર્વ ધારાસભ્યની પુણ્યતિથિએ મેગા બ્લડ કેમ્પમાં 650 બોટલ રક્તએકત્ર

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
થરાદની હોસ્પિટલમાં 50 લાખનાં આરોગ્યલક્ષી સાધનોનું લોકાર્પણ. - Divya Bhaskar
થરાદની હોસ્પિટલમાં 50 લાખનાં આરોગ્યલક્ષી સાધનોનું લોકાર્પણ.
  • થરાદની સરકારી હોસ્પિટલમાં 50 લાખનાં આરોગ્યલક્ષી સાધનોનું લોકાર્પણ કરાયું

થરાદ-વાવના પૂર્વ ધારાસભ્યના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પૌત્ર (વર્તમાન ધારાસભ્ય) દ્વારા થરાદમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે આરોગ્યલક્ષી સાધનોના લોકાર્પણનો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. થરાદ-વાવના પુર્વ ધારાસભ્ય હેમાજી દરગાજી રાજપુતનું ગત વર્ષે અવસાન થયું હતું. તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના પૌત્ર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત દ્વારા રવિવારે થરાદની એમ.એસ.વિદ્યામંદિરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 50 લાખના ખર્ચે વિવિધ આરોગ્યલક્ષી સાધનોનો લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સેવા દિવસ અંતર્ગત એમ્બ્યુલન્સ, ડિજિટલ એક્સ-રે મશીન, સેલ કાઉન્ટ મશીન અને બાઈપેક મશીનનું થરાદની સરકારી હોસ્પિટલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહંત શ્રી નિત્યાનંદ બાપુ (ગોતરકા), થરાદના કરબુણ ગામના સંત શ્રી નાગરવન બાપુ, ચારડાના સંત શ્રી રામલખન દાસ બાપુના વરદ હસ્તે વાનનું લોકાર્પણ તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ દીપ પ્રગટાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદ તાલુકાના રાજપુત સમાજના પ્રમુખ ડી.ડી.રાજપૂત, વાવ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઇ રાજપુત, વાવના એડવોકેટ કે.પી.ગઢવી, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, થરાદ નગરપાલિકાના સદસ્ય દિપકભાઈ ઓઝા, થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત, સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો, યુવકો, રક્તદાતાઓ તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ મેગા બ્લડ કેમ્પમાં 650 દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલ, પાટણની જનતા હોસ્પિટલ, થરાદની આદર્શ બ્લડબેન્ક અને પાલનપુર બ્લડ બેન્ક સહિત સ્ટાફે હાજર રહી સેવાઓ પૂરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...