તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ તબીબો:વશી,ચેખલા,માણકી,ભાડલી અને થરાદમાંથી વધુ 5 ઊંટવૈદ્ય ઝડપાયા

થરાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે નવા નેસડા,ભીમબોરડી અને કોટેશ્વરથી બોગસ તબીબો ઝડપાયા હતા
  • પોલીસે રેડ એલોપેથીક દવાઓ, ઇન્જેકશન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

દાંતાના વશી, પાંથાવાડાના ભાડલી, શિહોરીના ચેખલા, લાખણીના માણકી અને થરાદમાં પોલીસે રેડ કરી 5 બોગસ ડોકટરોને ઝડપી લીધા હતા.દાંતાના વશી ગામે કાંતિજી સરદારજી ઠાકોર (રહે.નેદરડી,તાલુકો-સતલાસણા) ને રૂ. 1330 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે પાંથાવાડાના ભાડલીના જાત ગામમાં ભાડાના મકાનમાં બોગસ તબીબ ભાવેશભાઈ ડાયાલાલ સંદેશા (રહે.ડીસા) ઝડપી એલોપેથિક દવા તેમજ અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 2803નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જ્યારે શિહોરીના ચેખલાના ભગવાનપુરા જતા રોડ પર આવેલ શોપિંગમાં રેડ કરતા ભાડાની દુકાનમાં બોગસ તબીબ જયંતીભાઈ મઘાભાઈ રાવલ (રહે.રાણાવાડા) ને ઝડપી પાડી દવાખાનામાંથી એલોપેથીક દવા, ઇન્જેક્શન સહિત રૂપિયા રૂ.41,283 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે થરાદના ટાઉન વિસ્તારમાં જેથી ભવન જૈન દેરાસર પાસે આવેલ ભાડાની દુકાનમાં વગર ડિગ્રીએ લોકોની એલોપેથિક દવાઓ તેમજ સારવાર કરી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં બોગસ તબીબ ગિરધારી સુરેન્દ્રનાથ મુન્ના (રહે.મૂળ ટીંગાઈશ્રી, તા.ડેફરા, જી.મેદિનીપુર, પશ્ચિમ બંગાળ) ને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી એલોપેથિક દવાઓ, સ્ટેથોસ્કોપ મળી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે લાખણીના માણકી ગામેથી આગથળા પોલીસે બોગસ તબીબ ચુનાભાઇ દયારામભાઇ પટેલને ઝડપી પાડી એલોપેથીક દવાઓ તેમજ ઇન્જેકશનો કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...