તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતર માલિકને નુકસાન:દૈયપ કેનાલમાં 30 ફૂટનું ગાબડું,27 હેકટરમાં પાણી ફરી વળતાં ખેતર બેટમાં ફેરવાઈ ગયા

થરાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાણી ખેતરમાં ફરી વળતાં જીરું,રાયડો સહિતને નુકશાન

થરાદના કાસવી ગામની સીમમાંથી પસાર થતી દૈયપ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 30 ફૂટ જેટલું ગાબડું પડતાં ખેડૂતે કરેલા રવીપાક વાવેતરમાં પાણી ફરી વળતાં 27 હેકટર જેટલી ખેતીની જમીન બેટમાં ફેરવાઈ જતાં ખેતર માલિકને નુકસાન થયું હતુ.

થરાદ તાલુકાના કાસવી ગામની હદની દૈયપના સીમાડે આવેલી ચાર ખેડૂતોની ખેતીની જમીનમાં કેનાલનું પાણી ફરી વળતાં ખેતરમાં ઢીંચણ સમુ પાણી ભરાઈ જતાં ખેડૂતોએ વાવેલ જીરું,રાયડો સહિત પાકને નુકશાન થયું હતુ. આ અંગે ખેતર માલિક છોગજી બારોટે જણાવ્યું હતું કે દૈયપ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ છેલ્લા ચાર વર્ષથી ઓવરફ્લો તેમજ ધોવાણ થવાના કારણે તૂટી જાય છે. જેમાં અમારા વાવેતર કરેલા મોંઘા ભાવના વાવેતર કરેલા જીરુંના પાકને નુકશાન થઈ રહ્યું છે.

આ બાબતે નર્મદા વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. શનિવારે રાત્રીના સમયે ગાબડું પડતાં લાખો લીટર પાણી ખેતરમાં વેડફાયુ હોવા છતાં રવિવારે સાંજના પાંચ કલાક સુધી કોઈ ફરક્યું ન હતું.કેનાલ તૂટતાં કરશનજી પ્રાગાજી બારોટ, પ્રેમાજી જસાજી બારોટ,શામળાજી પુનમાજી બારોટ,મફજી હીરાજી બારોટ (રહે કાસવી તાલુકો થરાદ)ના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતુ.

ખેડૂતો પાણી રોકી રાખતાં કેનાલ ઓવરફલો
ડિસ્ટ્રીબ્યુટરીમાંથી પસાર થતી માઇનોર 1/2 માં આગળના ગામોને પાણી નહિ મળતાં બે દિવસ અગાઉ વારા બંધી કરવા જણાવ્યું હતું પરંતુ ખેડૂતો વચ્ચે પાણી રોકી રાખતા હોવાથી કેનાલ ઓવરફ્લો થાય છે કેનાલની કેપેસિટી 110 ક્યુસેકની ધરાવે છે ત્યારે શનિવારે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 80 ક્યુસેક પાણી હતું પરંતુ ખેડૂતો કેનાલમાં બંધપાળા તેમજ પ્લાસ્ટિક ના કટા રેત માટીના ભરી નાખી દેવામાં આવતા હોય છે જેથી આગળ પાણીનો નિકાલ નહિ થતા વચ્ચે પાણીનો સંગ્રહ થવાના કારણે ઓવરફ્લો થઈને ગાબડું પડ્યું છે.> આરતીબેન પંચાલ ( ઇજનેર, નર્મદા નહેર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો