તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:થરાદમાં 26 આંગણવાડી જર્જરીત છતાં પંચાયતો બનાવવા તૈયાર નથી

થરાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રહેણાંક ભાડાના મકાનોમાં અને ગ્રામ પંચાયત ઘરોમાં આંગણવાડી ચલાવવા કાર્યકર તેડાગર બહેનો મજબૂર

થરાદ તાલુકામાં 26 આંગણવાડીના મકાનો જર્જરિત હોવાના કારણે જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા નવીન મકાનો મંજુર કરવામાં આવ્યા પણ ગ્રામ પંચાયતો બનાવવા તૈયાર નથી. થરાદ પાલિકા વિસ્તારમાં 26 તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં 286 આંગણવાડી આવેલી છે.

જેમાં 26 જેટલી આંગણવાડીના મકાનો છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત હાલતમાં બની જવાથી ગામની અંદર અન્ય જગ્યાએ લોકોના રહેણાંક મકાનો માસિક ભાડે રાખી આંગણવાડીઓ ચાલી રહી છે. જેમાં આઈસીડીએસ અધિકારી દ્વારા નવીન મકાનો બનાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને પાલનપુરને પત્ર દ્વારા જાણ કરી નવીન આંગણવાડી મકાનો બનાવવા માટે માંગણી કરાતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ મનરેગા યોજના હેઠળ નવા મકાનો બનાવવાની મંજૂરી આપતા ગ્રામ પંચાયતો બાંધકામ કરવા તૈયાર નથી. જેથી આંગણવાડી કેન્દ્રોમાં સુવિધાના અભાવના કારણે નાના ભૂલકાઓ લાભ લઇ શકતા નથી.

આ બાબતે કેટલાક ગ્રામ પંચાયત સરપંચો સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ‘આંગણવાડી મકાનોના બાંધકામ માટે મનરેગા યોજના હેઠળ બનાવવા મંજુર કર્યા છે ત્યારે જેનું બાંધકામ મનરેગા જોબકાર્ડ ધરાવતા પરિવારોને રોજગારી પુરી પાડવા હેઠળનો હેતુ છે. પરંતુ હાલમાં કોઈ આવા પરિવારો મજૂરી કરવા ઇચ્છતા નથી. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અન્ય યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવી દેવામાં આવે તો આંગણવાડીના મકાનો બની શકે તેમ છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો