તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લાકડાના ભુસાની આડમાં ટ્રેલરમાં લઇ જવાતાં 27.26 લાખના દારૂ સાથે 2 ઝબ્બે

થરાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી 42.68 લાખનો મુદ્દામાલજપ્ત કર્યો

થરાદ પોલીસે શુક્રવારે ખોડા ચેકપોસ્ટ ઉપરથી ટ્રેલરમાં લાકડાના ભુસાના કટ્ટા નીચેથી સંતાડેલો 27.26 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદ પોલીસ શુક્રવારે ખોડા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતી. .

ત્યારે ટ્રેલરક (પીબી-11-બીવાય-8735 )ને રોકાવીને તપાસ કરતા ટ્રેલરમાં લાકડાના ભુસા (ડસ્ટ પાવડર)ના કટ્ટા ભરેલ હતા. જે કટ્ટા ઉંચા કરી જોતાં દારૂની પેટી નંગ-767, બોટલ નંગ-9209 કિં.રૂા.27,62,700 મળી આવતાં પોલીસે, દારુના જથ્થો, ટ્રેલર, 2 મોબાઈલ,રોકડ રકમ રૂા.2700 મળી કુલ રૂ.42,68,400 નો મુદામાલ કબજે કર્યો હતો.અને સરબજીતસિગ સવર્નસિગ જાટ(ગીલ) (રહે.ફતેવાલા,પોસ્ટ-મલ્બાનવાલા, તા.જીરા, જિ.ફિરોજપુર-પંજાબ), હરપેન્દ્રસિંગ જગસિરસિંગ જાટ(ગીલ) (રહે.ખારાઇ,તા.કોટકપુરા, જિ.ફરિદાકોટ-પંજાબ)ને પકડી પાડી સહ આરોપી લકી તથા ગોડાઉન મેનેજર મનપ્રિતસિગ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. }ભુરપુરી ગોસ્વામી

અન્ય સમાચારો પણ છે...