પ્રજાજનોને રાહત:થરાદમાં 9.12 કરોડના ખર્ચે 15.20 કિ.મી.ના ગ્રામિણ રોડ નવા બનશે

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઠ ગામોને જોડતા કાચા માર્ગો નવા અને પાકા બનવાથી પ્રજાજનોને રાહત

થરાદમાં ગ્રામ્યવિસ્તારોને જોડતા આઠ ગ્રામિણ માર્ગો પાકા અને નવા બનાવવાની મંજૂરી મળતાં પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. રૂપિયા 9.12 કરોડના ખર્ચે 15.20 કિ.મી.ના ગ્રામિણ રોડ બનશે. ગ્રામજનોની માંગણીના પગલે થરાદ તાલુકા પંચાયત દ્વારા કાચા માર્ગો પાકા બનાવવાની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હતી. જેના પર સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અયોજન બહારના આ રસ્તાઓ પર મંજુરીની મહોર મારી જોબનંબર પણ ફાળવવામાં આવ્યા હતા.

આ અંગે થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાંનાજી માળીએ જણાવ્યું હતું કે ‘સાંસદ પરબતભાઇ પટેલની રજુઆતોને ધ્યાનમાં રાખી થરાદ તાલુકાના ગડસીસરથી ચોટીલ 4.20 કિ.મી. (252 લાખ), દુધવાથી લોઢનોર 4.00 કિ.મી. (240 લાખ), સિધોતરાથી ઘોડાસર 4.00 કિ.મી. (240 લાખ) તથા વામીથી લુણાલ 3.00 કિ.મી. (180 લાખ) મળીને 912 લાખના ખર્ચે નવા બનાવવામાં આવનાર છે. આથી પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...