તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:થરાદમાંથી રૂ.1.58 લાખના વિદેશી દારૂ સાથે 1 ઝડપાયો

થરાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુરના શખ્સનું નામ ખુલતાં ફરિયાદ

થરાદમાંથી એલસીબીએ 1.58 લાખનો વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. દારૂ પ્રકરણમાં રાધનપુરના શખ્સનું પણ નામ ખુલતાં તેની સામે પણ ગુનો નોંધાયો છે.

એલસીબી પોલીસ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે એક કાર પકડી હતી. જેમાં સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1394 કિંમત રૂ.1,58,600, કારની કિંમત રૂ.4,00,000 તથા મોબાઈલ-1 કિંમત રૂ.500 મળી કુલ રૂ. 5,59,100 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમજ કાર ચાલક ભરતભાઈ દયારામભાઈ ઠાકોર (રહે.અસાણા, તા.ભાભર) તથા માલ ભરાવનાર લાલો મારવાડી (રહે.વિરોલ,સાંચોર, જી.જાલોર-રાજસ્થાન) તથા માલ મંગાવનાર રમેશભાઇ મીરાસી (રહે.રાધનપુર,જી.પાટણ) વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...