તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:થરામાં શાકભાજીના વેપારીને મારમારી રૂ. 6 લાખની લૂંટ

થરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શુક્રવારે મધરાત્રે વેપારી ઘરની બહાર નિકળી પૈસાનો થેલો ગાડીમાં મુકવા જતાં જ શખ્સોએ હુમલો કરી લૂ઼ટ ચલાવી ફરાર થઈ જતાં ચકચાર

થરામાં શુક્રવારની મધરાત્રે 3 વાગે ગોકુલનગર સોસાયટીમાં રહેતા શાકભાજીના વેપારી પોતાની દુકાને પૈસ ભરેલી બેગ લઈને જતા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કરી મારમારી 6 લાખ ભરેલી બેગ ઝુંટવીને લૂંટ ચલાવી ભાગી ગયા હતા. જ્યારે ઘાયલ વેપારીને પરિવારજનો સારવાર માટે થરાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં શાકભાજીનો વેપાર કરતાં અને ગોકુલનગર સોસાયટીમાં રહેતા ચંપકભાઈ ઈશ્વરભાઈ ઠક્કર શુક્રવાર મધરાત્રીના 3 વાગ્યાના સમયે પૈસાનો થેલો લઇ દુકાને જવા તેમના ઘરની બહાર નીકળી બહાર ઉભેલી તેમની ગાડી તરફ જતા હતા. તે

વા સમયે અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કરી તેમની પાસે રહેલ નાણાં ભરેલો થેલો ઝૂંટવી લેવા બળપૂર્વક પ્રયત્ન કર્યો હતો. ત્યારે ચંપકભાઈએ હિંમતપૂર્વક હુમલાખોરોનો સામનો કર્યો હતો. હુમલાખોરો બે થી વધુ હોઈ તેમણે માથા પર લાકડીને પાઇપ વગેરેથી હુમલો કરી બળપૂર્વક 6 લાખથી વધુ રૂપિયા ભરેલો નાણાંનો થેલો ઝૂંટવી મારમારી લૂંટ કરી ભાગી ગયા હતા. તેવા સમયે ચંપકભાઈએ બુમાબુમ કરી હતી.ત્યારબાદ પોતાના ઘેર દરવાજે જઈ પત્નીને બનાવની જાણ કરી માથાના ભાગે તથા હાથ પર ઇજા થતાં PHC થરામાં પ્રાથમિક સારવાર માટે પરિવારના સભ્યો લઇ ગયા હતા.

અને વધુ સારવાર અર્થે પાટણ જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થરા પોલીસને કરતાં પીએસઆઈ એમ.બી.દેવડા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.ઘાયલને માથામાં ઇજાઓ ચકાસવા સિટીસ્કેન કરાવવા પાટણ જવું પડ્યું, ચંપકભાઈ ઠક્કરને માથામાં હુમલાખોરોએ તિક્ષણ હથિયારનો ઘા કરતા લોહી લુહાણ થયા હતા. સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ ટાંકાઓ લઈ સીટી સ્કેન કરાવવા પાટણની જનતા હોસ્પિટલ લઈ ગયા હતા.

ખેડૂતો શાકભાજી લઈ વહેલી સવારે આવે છે
થરામાં શાકભાજી વેપાર માટે હોલસેલ બજારમાં વહેલી સવારે 4 વાગ્યાથી ખેડૂતો શાકભાજી લઈને આવે છે. અને વેપારીઓ શાકભાજી લઈને આવતા ખેડૂતોને રોકડમાં પૈસા ચૂકવી દેતાં હોય છે.
થરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો