કાર્યવાહી:ખારીયાના હત્યા કેસમાં બેની અટકાયત, હત્યારો પુત્ર ફરાર

થરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના ખારીયા ગામે દીકરીનું શોષણ કરતાં નરાધમ પિતાની તેના પુત્રએ હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે હત્યામાં મદદગારી કરનારી મહિલા સહિત બે જણાંની અટકાયત કરી છે. જોકે, પુત્ર હજુ સુધી ફરાર છે.

ખારીયામાં થયેલ ચકચારી હત્યામાં થરા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયા બાદ આરોપીઓને પકડવા LCB.,SOG, FSLની મદદથી ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરાઇ હતી. તેમાં અન્યોની મદદથી મૃતકના પુત્રએ જ હત્યા કરી ફરાર થઇ ગયો હતો. તેમાં આ ગુનામાં સંડોવાયેલા સંગીતાબેન દીપકપુરી સુરેશપુરી ગૌસ્વામી (રહે.સંખારી,તા.જી.પાટણ,હાલ રહે.ખારીયા,તા.કાંકરેજ) અને વિપુલસિંહ ઉર્ફે વિપીસિંગ રણભા વાઘેલા (રહે.ખારીયા,તા.કાંકરેજ) ની પોલીસે અટકાતય કરી કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...