તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રતનપુરા પેટ્રોલપંપ પર તમંચો બતાવી ત્રણ શખ્સોએ રૂ.13 હજારની લૂંટ કરી

થરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાગ્યોદય પેટ્રોલપંપ લૂંટની ઘટનાએ ચકચાર જગાવી છે. - Divya Bhaskar
ભાગ્યોદય પેટ્રોલપંપ લૂંટની ઘટનાએ ચકચાર જગાવી છે.
  • રૂ.700 નું ડીઝલ પુરાવી અોફિસમાં ઘુસી કર્મચારીને તંમંચો બતાવી લૂંટ કરી
  • લૂંટ કરવા આવેલા લુંટારુ સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી

કાંકરેજ તાલુકાના રતનપુરા(ઉણ) નજીક આવેલા એસ્સાર કંપનીના ભાગ્યોદય પેટ્રોલપંપ ઉપર શનિવારે રાત્રે લૂંટારુઓએ દેશી તમંચો બતાવી રૂ. 13 હજારના મુદ્દામાલની લૂંટ ચલાવતાં ચકચાર મચી જવા પામી છે. લૂંટ કરવા આવેલા લૂંટારુ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

થરા-રાધનપુર નેશનલ હાઇવે ઉપર આવેલ રતનપુરા એસ્સાર કંપનીના ભાગ્યોદય પેટ્રોલ પંપમાં શનિવારે રાત્રિના સુમારે નંબર વગરની સફેદ કલરની સ્વીફટ કારમાં ત્રણ શખસોએ પંપ ઉપર 700 રૂપિયાનુ ડીઝલ ભરાવવાનું કહી નીચે ઉતર્યા હતા. અને પંપના કર્મચારીઓ પાસેથી દેશી તમંચો બતાવી વિજયભાઇ રબારીના શર્ટના ખિસ્સામાંથી 1036 ની લૂંટ કરી વિજયભાઇ દેસાઇએ બુમાબુમ કરતાં પંપની ઓફીસમાંથી પ્રધાનજી ઠાકોર બહાર દોડી આવતાં આરોપી પ્રધાનજી ઠાકોર પાસે જઇ તમંચો બતાવી પ્રધાનજી ઠાકોરના ખિસ્સામાં પડેલ રૂ. 12,220 લૂંટી લઇ ઓફિસમાં પ્રવેશ કરી કુલ રૂ.13,256 ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

લૂંટની જાણ થરા પોલીસને કરાતાં પોલીસે ચારે તરફ નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી. પણ પોલીસને સફળતા મળી ન હતી.આ અંગે વિજયભાઇ પચાણભાઇ રબારી (રહે.ઉણ, તા.કાંકરેજ) ની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...