હાલાકી:આ ગામડાનો રોડ નથી,દિલ્હી-કંડલા હાઈવે છે જેના પર દેખાય છે અસંખ્ય ખાડા

થરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠામાંથી પસાર થતો કંડલાથી દિલ્હીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-27 પર છેલ્લા ઘણા વર્ષોથી તૂટી જતા અસંખ્ય ખાડાઓથી પસાર થતા વાહનોને ભારે નુકશાન થઇ રહ્યું છે અને ખાડાઓના કારણે અકસ્માતોનો ભય વધી રહ્યો છે.

આ રોડ પર 60 કિલોમીટરના અંતરની જગ્યાએ ઓછા અંતરે બે ટોલનાકા દ્વારા લાખો રૂપિયા ટોલ ઉઘરાવાય છે.છતાં ધોરીમાર્ગને રિપેરિંગ કે રિસરફેસિંગ કરવાનું કાર્ય ન કરાતા લોકોની જિંદગી સાથે ખિલવાડ કરતા નેશનલ ઓર્થોરિટીના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. જે શહેરોમાંથી હાઇવે પસાર થાય છે તે શહેરો પર રોડ પર બન્ને સાઇડે સફાઈ પણ થતી નથી અને સર્વિસ રોડની ગટરો પણ સાફ કરાતી નથી પરિણામે ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

સીધી વાત
પવન ગર્વે, NHAI પાલનપુર,પ્રોજેક્ટ એન્જીનીયર
સવાલ : મુડેઠાથી કચ્છ સુધી પડેલા અસંખ્ય ખાડા કેમ રિપેર થતાં નથી ?
જવાબ : અગાઉની એજન્સીઓએ કામ ન કરતા હવે નવું કામ ડી.પી.જૈન નામની એજન્સીને આ કામ સોંપ્યું છે તેણે કામ શરૂ કર્યું છે.
સવાલ : અત્યાર સુધી કઈ એજન્સીને કામ સોંપેલ હતું ?
જવાબ : ડી.કે.પટેલ અને શિવા બિલ્ડટેકને પરંતુ તેણે કામ ન કરતા તેને પેનલ્ટી કરાઈ છે.
સવાલ : કામ ન કરનાર એજન્સીઓ વિરુદ્ધ કેવા પગલાં લીધા છે ?
જવાબ : કામ ન કરનાર બન્ને એજન્સીઓને બ્લૅક લિસ્ટ કરી તેને પેનલ્ટી કરી કડક કાર્યવાહી કરાઈ છે.
સવાલ : રોડ રિપેરિંગ ક્યારે થશે ?
જવાબ : ડી.પી.જૈન કંપનીને કામગીરી સોંપાઈ ગઈ છે અને તેને ખાડા પુરવાનું કામ શરૂ કરી દીધું છે વારાહી સુધી થયું છે 10 દિવસમાં થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...