ઇમાનદારી:મુડેઠા ગામના યુવકોએ 25 હજાર ભરેલ પાકીટ મુળ માલિકને સોંપ્યું

મુડેઠાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થરાનો યુવક ચાની દુકાને પાકીટ ભૂલી ગયો હતો

થરાનો એક યુવક પાકિટમાં રૂ.25 હજાર લઇને ડીસા આવી રહ્યો હતો. જે મુડેઠા ચાની દુકાને ચા પીવા ઉભા રહેતા ત્યાં પાકીટ ભૂલી નીકળી ગયો હતો. ત્યારે મુડેઠાના સેવાભાવી યુવકોને પાકીટ મળતાં તેમણે મૂળ માલિકને પરત કરી માનવતા મહેંકાવી હતી.

કાંકરેજના થરાના પ્રકાશભાઇ રાઠોડ મંગળવારે સવારે ડીસા તરફ આવી રહ્યા હતા. ત્યારે ડીસા તાલુકાના મુડેઠા ટોલટેક્સના આગળ ચાની દુકાને ચા પીને ડીસા તરફ રવાના થયા હતા. ત્યારે આ પ્રકાશભાઇ પોતાનું પાકીટ ચાની દુકાને ખાટલામાં પડી ભૂલી ગયા હતા. ત્યારે મુડેઠા ગામના સેવાભાવી રાજુભા પરબતસિંહ રાઠોડ આ ચાની દુકાને આવતાં તેમની નજર ખાટલામાં પડેલા પાકીટ ઉપર પડી હતી. જેથી તેમને પાકીટ લઇ ખોલી જોઇતું તેમાં રૂ.25 હજાર રોકડા હતા. જેથી તેમને પાકીટમાંથી પ્રકાશભાઇનો મોબાઇલ નંબર મળી આવ્યો હતો. આથી મોબાઇલ ઉપર કોન્ટેક કરી પ્રકાશભાઇને બોલાવીને મુડેઠા ગામના નકળંગ યુવક મંડળના સભ્ય રાજુભા પરબતસિંહ રાઠોડ, મકનસિંહ મણાજી રાઠોડ, શિવુભા ઉદયસિંહ રાઠોડએ મૂળ માલિકને પાકીટ પરત કરી માનવતા મહેંકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...