તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વડા પાસે ટેન્કરને પાછળથી ટ્રેલર ચાલકે ટક્કર મારી, ટ્રેલરના આગળના ભાગનો ખુડદો

થરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના શિહોરી-થરા નેશનલ હાઇવે પર ગુરુવારે સવારે વડા ગામ નજીક થરાથી ડીસા તરફ જઇ રહેલ કેમિકલ ભરેલ ટેન્કર ચાલકને રોડ ઉપર મરેલ ગાય પડી દેખાતાં ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલ ટ્રેલર ચાલકે ટક્કર મારતાં ટ્રેલર રોડની સાઇડમાં ઉતરી ગયું હતું. જ્યારે ટ્રેલરના આગળના ભાગે નુકશાન થયું હતું. ડ્રાઇવર અને કલીનરનો આબાદ બચાવ થયો હતો. મોટી જાનહાનિ ટળી હતી. વારંવાર રોડ પર ખાડાઓને કારણે પણ અકસ્માત થાય છે.

અન્ય સમાચારો પણ છે...