તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખનો કાંકરેજના ભૂપતજી ઠાકોરને ચાર્જ સોંપ્યો

થરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ખેંચાતાં ખેડૂતોને મુશ્કેલીનો હલ સાથે જિલ્લાનો વિકાસ મારી પ્રથમ પ્રાથમિકતા

બનાસકાંઠા જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ વારકીબેન પારઘી ગુરુવારે સામાજિક કારણોસર રજા પર જતા પ્રમુખ તરીકેનો વિધિવત ચાર્જ કાંકરેજના તેરવાડા સીટ પરથી ચૂંટાયેલા અને કાંકરેજ કોંગ્રેસના યુવા અગ્રણી અને કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ કેળવણી મંડળના પ્રમુખ ભૂપતજી નાગજીજી મકવાણા (ઠાકોર)ને ચાર્જ સોંપાતા કાંકરેજ તાલુકામાં હર્ષની લાગણી ફેલાઈ છે. ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂપતજી મકવાણા (ઠાકોર)એ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ‘ચાલુ સાલે વરસાદ ખેંચાતાં જિલ્લામાં કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે તેને પહોંચી વળવા અને જિલ્લાના વિકાસ માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ. કોંગ્રેસ પક્ષે મારી ઉપર વિશ્વાસ મૂકી મને જે જવાબદારી આપી છે તેને પુરા ખંતથી નિભાવીશ.’ ભૂપતજી નાગજીજી મકવાણા (ઠાકોર) કાંકરેજના નેકારિયા ગામના વતની અને તેરવાડા જિલ્લા પંચાયતની સીટ પરથી વિજેતા થયેલા છે. તેવો 3 ટર્મ તાલુકા પંચાયતના સદસ્ય બની તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી છે.

આ ઉપરાંત તેવો પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મેવાજી સાંમતાજી મકવાણાના પરિવારમાંથી છે અને કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ કેળવણી મંડળના પ્રમુખ તરીકે વર્ષ 2014થી સેવા આપે છે અને તેમણે કન્યા કેળવણી માટે કાંકરેજ તાલુકામાં સંત શ્રી સદારામ કન્યા કેળવણી રથ કાઢી ઠાકોર સમાજના 2.50 કરોડથી વધુના ખર્ચે કન્યા કેળવણી સંકુલનું સમાજના અગ્રણીઓને સાથે લઇ નિર્માણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...