તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ટેન્કર ચાલકે પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર પલટી ખાઈ જતાં ચાલકનું મોત

થરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાંકરેજના ભલગામના પાટિયા નજીક અકસ્માત,1 ગંભીર

કાંકરેજ તાલુકાના થરા-રાધનપુર નેશનલ હાઇવે ઉપર શુક્રવારે ભલગામ પાટીયાથી આગળ રાધનપુર તરફ જતાં ટ્રેક્ટરને પાછળથી ટેન્કર ચાલકે ટક્કર મારતાં ટ્રેકટર પલટી ખાઇ જતાં ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

પાટણ જિલ્લાના રાધનપુરના જવાહરનગરમાં રહેતા જલાભાઇ મોહનભાઇ ઠાકોર (ઉં.વ.આ.30) શુક્રવારે જીજે-8-P-3893 નંબરનું ટ્રેકટર લઇ ડીસા તરફથી રાધનપુર તરફ જતા હતા. ત્યારે ભલગામ પાટીયાથી આગળ પાછળથી ટેન્કર ચાલકે ટ્રેક્ટરને ટકકર મારતાં ટ્રેકટર ટ્રોલી સાથે પલટી ખાઇ ગગયું હતું. ટ્રેક્ટર ચાલક જલાભાઇ મોહનભાઇ ઠાકોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં પાટણ સારવાર અર્થે રીફર કર્યા હતા. થરાની રેફરલ હોસ્પિટલમાં પી.એમ.કર્યા બાદ પોલીસે લાશને વાલીને સાેંપી હતી. આ બાબતે થરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો