તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાનું કામ પોલીસે કર્યું:થરા મુખ્ય બજારમાં સર્વિસ રોડ પરના લારી-ગલ્લાઓના 20 દબાણો હટાવ્યા

થરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
થરા પોલીસે લારી-ગલ્લાઓના 20 જેટલા દબાણો હટાવ્યા. - Divya Bhaskar
થરા પોલીસે લારી-ગલ્લાઓના 20 જેટલા દબાણો હટાવ્યા.
 • દબાણ હટાવવાનું પાલિકાનું કામ પોલીસે કર્યું, વારંવાર ટ્રાફિકના દ્દશ્યો સર્જાતા હતા

થરામાં મુખ્ય બજારમાં આવેલ સર્વિસ રોડ ઉપર બન્ને બાજુ લારી-ગલ્લાવાળાઓ દબાણ કરતાં ભારે વાહનોને પસાર થવું મુશ્કેલ બન્યું હતું.અને વારંવાર ટ્રાફિકજામના દ્દશ્યો સર્જાતા હતા. ત્યારે શુક્રવારે પોલીસ દ્વારા 20 જેટલા લારી-ગલ્લાઓ હટાવાયા હતા.

કાંકરેજના થરામાં નેશનલ હાઇવે નં.27 પસાર થાય છે. જેને લઇ થરામાં બંને બાજુ સર્વિસ રોડ બનાવ્યો છે. આ સર્વિસ રોડ એક બાજુ રાહદારીઓને ચાલવા માટેનો બનેવેલા ફુટપાથ પર લારી ગલ્લાવાળા તેમજ શાકભાજીની લારીવાળાઓ ગટરો ઉપર પોતાનો અડીંગો જમાવી ખુલ્લેઆમ દબાણ થાય તે રીતે પોતાની લારી ઉભી રાખે છે. પરીણામે સર્વિસ રોડ ઉપર એસ.ટી.બસ જેવા ભારે વાહનોને નિકળવામાં તકલીફ પડે છે. જેને લઇ બજારમાં ટ્રાફીકજામનો પ્રશ્ન માથાના દુ:ખાવા સમાન બની ગયો છે.

ઘણીવાર 108 જેવા ઇમરજન્સી વાહનો પણ ટ્રાફીકમાં ફસાઇ જતાં હોય છે. વેપારી પણ પોતાની દુકાન આગળ બનાવેલી ગટરો ઉપર વસ્તુઓ મુકી દબાણ કરે છે અને પોતાના વાહનો આડેધડ પાર્કીંગ કરતાં ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે. પરીણામે થરા નગરપાલિકા દ્વારા દબાણો દૂર ન કરાવતાં પોલીસે શુક્રવારે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. થરા પીએસઆઇ એમ.બી.દેવડા, સ્ટાફ, ટીઆરબીના જવાનોએ બજારમાં ટ્રાફિક અને લોકોને નડતરરૂપ 15 થી 20 જેટલા લારી-ગલ્લા હટાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો