• Gujarati News
  • National
  • Submission To The Commissioner Of Corporators To Stop Commercial Construction On Residential Land In Thara

રજૂઆત:થરામાં રહેણાંક જમીનમાં વાણિજ્ય બાંધકામ અટકાવવા કોર્પોરેટરની કમિશનરને રજૂઆત

થરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર કોલોનીના રહેણાંક મકાનને પાડી ત્યાં હેતુફેર કર્યા વિના વાણિજ્ય બિલ્ડર દ્વારા બાંધકામ કરવાનું શરૂ કરાયું હતું

થરા-રૂની રોડની બાજુમાં આવેલા હિંમતનગર કોલોનીના રહેણાંક મકાનને પાડી ત્યાં હેતુફેર કર્યા વિના વાણિજ્ય બાંધકામ કરવાનું શરૂ કરતા થરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તેમજ વર્તમાન કોર્પોરેટરએ આ બાંધકામ અટકાવવા થરા નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કમિશનર ગાંધીનગર અને કલેકટરને લેખિત રજુઆત કરી છે.

થરામાં છેલ્લા ઘણા સમયથી બિલ્ડરો દ્વારા નગરપાલિકાના રેકર્ડમાં રહેણાંક હેતુ માટે બોલતી મિલ્કતોને હેતુ ફેર કર્યા વિના કમાવાની લાલચે સરકારના નિયમોને નેવે મૂકી ગેરકાયદે વાણિજ્ય હેતુ માટે બાંધકામ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રૂની રોડની બાજુમાં આવેલા હિંમતનગર કોલોનીના રહેણાંક મકાનને પાડી ત્યાં હેતુફેર કર્યા વિના વાણિજ્ય બાંધકામ કરવાનું શરૂ કરતા થરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તેમજ વર્તમાન કોર્પોરેટર વસંતજી ઘાંઘોસે આ બાંધકામ અટકાવવા ચીફ ઓફિસર તેમજ કમિશનર ગાંધીનગર અને કલેકટરને લેખિત રજુઆત કરતા હેતુફેર કર્યા વગરના બાંધકામ કરતા બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે વર્તમાન કોર્પોરેટર અને પૂર્વ પાલિકા ઉપપ્રમુખ વસંતજી ઘાંઘોસે જણાવ્યું હતું કે ‘થરા-રૂની રોડની બાજુમાં આવેલા હિંમતનગર કોલોનીમાં આવેલ મિલ્કત નંબર 1403/1 થી 4 જેનાબબાબુ અહેમત હુસેન પઠાણના નામે ચાલે છે. જે રહેણાંક હેતુવાળી મિલ્કત છે જેને કોઈ બિલ્ડરે પાડીને નગરપાલિકાની મંજૂરી લીધા વિના કે હેતુફેર કર્યા વિના વાણિજ્ય હેતુ માટે દુકાનો બનાવવાનું શરૂ કર્યું છે તેની સામે નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કલેકટર સહિતને આ બાંધકામ રોકવા લેખિત રજૂઆત કરી છે.’

અન્ય સમાચારો પણ છે...