રજૂઆત:વડાના બે ભાઈઓના કોરોનાથી મોત થતાં સહાય માટે રજૂઆત

થરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્રોને સરકાર તરફથી આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરાઈ હતી. - Divya Bhaskar
પુત્રોને સરકાર તરફથી આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરાઈ હતી.

કાંકરેજના વડા ગામના ઠાકોર પરિવારના બે સગા ભાઇના મોત થતાં ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી નિરાધાર થયેલ પુત્રોને સરકાર તરફથી આર્થિક સહાય મળે તે માટે કાંકરેજ મામલતદારને શનિવારે લેખિત રજૂઆત કરાઇ હતી.

વડા ગામના નારખનજી તેજાજી ઠાકોર તથા તેમના ભાઈ ચેનાજી તેજાજી ઠાકોર બે સગા ભાઇઓના કોરોનાને કારણે અવસાન થયા હતા. નારખનજી ઠાકોરને બે બાળકો તથા ચેનાજી ઠાકોરને એક બાળક છે. આમ પિતાના અવસાન બાદ નિરાધાર થયેલ પુત્રોને એમના ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી સરકાર તરફથી આર્થિક સહાય આપવા પૂવૅ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ મહિપતસિંહ ડી.વાઘેલા, એડવોકેટ મુકેશ એમ.બુકોલિયા, વાલાજી વાઘાજી ઠાકોર સહીતના આગેવાનોએ શનિવારે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...