તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાત્રા:દર વર્ષે વયોવૃદ્ધોને મફત યાત્રા કરાવતા કાંકરેજ તાલુકાના ખોડા ગામના સરપંચ

થરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરપંચે 70 જેટલા વડીલોને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના દર્શન કરાવ્યા. - Divya Bhaskar
સરપંચે 70 જેટલા વડીલોને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના દર્શન કરાવ્યા.
  • 70 વડીલોને સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઇચા પાવાગઢ અને ડાકોરના દર્શન કરાવ્યા

કાંકરેજ તાલુકાના ખોડા ગામના દિનેશભાઈ મઘાભાઈ પટેલ સરપંચ બન્યા પછી ગામસેવા સાથે સાથે ગામના વૃદ્ધ, વડીલો, યુવાનોને દર સાલ પોતાના ખર્ચે જાત્રા કરાવે છે તેઓ તેનો તમામ ખર્ચ જાતે કરે છે. ગામના વડીલોને આરામદાયક તમામ સુવિધાઓ સાથે પોતાની ગાડીમાં લક્ઝરીમાં ફરવા લઈ જાય છે તેમને કોઈજાતની ખાવા-પીવાની મુશ્કેલી ના પડે તેનો ખાસ ધ્યાન રાખે છે.

ખોડા ગામના દિનેશભાઈ રાજબાઈ સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે સેવાઓ આપે છે. સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિઓ પણ કરે છે. ટેટોડા ગૌશાળામાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. દિનેશભાઇ ખોડા ગામના સરપંચ બન્યા પછી ગામની તમામ સુવિધા એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર કર્યા વગર તમામે તમામ ગ્રાન્ટ સો ટકા વાપરે છે.

ધારાસભ્ય, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર, ડીડીઓ, સામાજિક આગેવાનોની સાથે રહી ગામનો વિકાસ કરે છે. ગયા વર્ષે 104 યુવાનોને હરિદ્વારની જાત્રા કરાવી હતી અને તમામ ખર્ચ સરપંચ દિનેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે ચાલુ સાલે ગામના 70 જેટલા વડીલોને કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઇચા પાવાગઢ અને ડાકોરના દર્શન કરાવ્યા છે. આ પ્રવાસમાં પોતાના પરિવાર કે પુત્રોને જાત્રા કરવા લઇ જતા નથી.

અન્ય સમાચારો પણ છે...