વિવાદ:થરામાં PSIએ યુવકને માર મારતાં હોબાળો, બ્રહ્મસમાજના અગ્રણીઓ - જિલ્લા ભાજપના આગેવાનો પોલીસ મથકે દોડી આવી રોષ વ્યકત કર્યો

થરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થરામાં પીએસઆઇએ યુવકને વગરવાંકે મારમાર્યો હોવાના આક્ષેપ સાથે લોકો પોલીસ મથકે પહોચી હોબાળો મચાવતા ચકચાર મચી હતી. - Divya Bhaskar
થરામાં પીએસઆઇએ યુવકને વગરવાંકે મારમાર્યો હોવાના આક્ષેપ સાથે લોકો પોલીસ મથકે પહોચી હોબાળો મચાવતા ચકચાર મચી હતી.

થરામાં પીએસઆઇએ ટેંબી ગામના યુવકને વગરવાંકે ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે બ્રહ્મસમાજના અગ્રણીઓ બુધવારે થરા પોલીસ મથકે ધસી આવી હોબાળો મચાવતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. જેમણે પીએસઆઇ સમક્ષ મારમારવાનું કારણ પુછ્યું હતુ. જોકે, પીએસઆઇ કશુ ન જણાવતાં લોકોએ ભારે રોષ વ્યકત કર્યો હતો. કાકરેજના થરા પોલીસ મથકે બુધવારે બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઘસી આવ્યા હતા. જેમણે આક્રોશ સાથે આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, કાંકરેજ તાલુકાના ટેંબી ગામના રહીશ અને થરામાં ગેરેજનો ધંધો કરતાં જીગરભાઇ દીલીપભાઇ જોષી મંગળવારની સાંજે ટોટાણા રોડ પાસે પસાર થઇ રહ્યા હતા.

ત્યારે થરા પી.એસ આઇએ તેને ઉભો રાખી કેમ કાળા કપડા પહેરીને ફરે છે.એમ કહી ધોલધપાટ કરી પોલીસ સ્ટેશન લઇ જઇ વગરવાંકે અપશબ્દો બોલી પગના બુટ કઢાવી બેલ્ટથી બેરહેમીપુર્વક માર માર્યો હતો. આ અંગે યુવકના પરીવારજનો અને સામાજીક આગેવાનોને જાણ થતાં બુધવારે જીલ્લા ભાજપ મહામંત્રી કનુભાઇ વ્યાસ,વસંતભાઇ પુરોહિત, હરગોવનભાઇ શિરવાડીયા સહિત સમાજના યુવાનો પોલિસ સ્ટેશન જઇ પી.એસ.આઇ એમ.બી.દેવડાને યુવકને કયા ગુનામાં બેરહેમીપુર્વક માર માર્યો તેનુ કારણ પુછયુ હતુ. તેમ છતાં પી.એસ્.આઇ મારમારવાનુ યોગ્ય કારણ ન આપી શકતાં ભારે રોષ પ્રસર્યો છે.

PSIએ ફોન રિસીવ ન કર્યો
યુવકને પી.એસ.આઇ દ્વારા માર મરાતાં યુવક ગભરાઇ જતાં થરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. ત્યારબાદ સમાજના આગેવાનો અને યુવાનો પોલિસ સ્ટેશન બહાર ન્યાય માટે લોકો ઉમટી પડયા હતા.અને વગર વાંકે યુવકને મારમાર્યાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે પીએસઆઇએ ફોન રિસિવ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...