આયોજન:થરામાં જલ-જીલણી અગિયારસે ઠાકોરજીની શોભાયાત્રા નીકળી

થરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરા જૂનાગામતળમાં આવેલ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરે વર્ષોથી ઠાકોરજીની શોભાયાત્રા નીકળે છે. શનિવારે સવારે મંદિરેથી જલ-ઝીલણી એકાદશીએ ઠાકોરજીને પાલખીમાં બેસાડી મંદિરમાં પ્રદક્ષિણા કરાવાઇ હતી. મંદિર પરિસરમાં જ "હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’સાથે પ્રદક્ષિણા કરી મહાઆરતી કરાઈ હતી. આ પ્રસંગે દિનેશભાઈ સોની, જેન્તીભાઈ રવજીભાઈ અખાણી, પ્રવીણભાઈ પ્રેમજીભાઈ કોટક, જયેશભાઈ ઠક્કર, દિનેશભાઈ પ્રજાપતિ, જેન્તીભાઈ એમ.નાઈ, મહેશભાઈ વી.જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...