તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીલઝડપ:થરામાં દોરાની ચીલઝડપ કરી નાસવા જતાં શખ્સને પકડી મેથીપાક ચખાડ્યો

થરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એકને પોલીસ હવાલે કરાયો, જ્યારે બીજો ભાગી છુટવામાં સફળ રહ્યો

થરામાં તક્ષશિલા સોસાયટીમાં રવિવારે બે શખસો આવી એક યુવતીના ગળામાંથી સોનાનો દોરો તોડતાં યુવતીએ બુમાબુમ કરતાં સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને સોનાનો દોરો તોડીને ભાગવા જતાં શખસને પકડી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરાયો હતો. જ્યારે એક શખસ નાશી છૂટવામાં સફળ રહ્યો હતો.

તક્ષશિલા સોસાયટીમાં રહેતાં મેનાબેન શંકરભાઇ પ્રજાપતિ તેમજ તેમની પૌત્રી અવનીબેન ભરતભાઇ પ્રજાપતિ રવિવારે તેમના ઘરે બહાર આરામ કરતા હતા. ત્યારે બે અજાણ્યા શખસો ઘરની આગળ ઉભેલા જોતા અવનીબેને કેમ અહી આવીને ઉભા છો કોનું કામ છે. ત્યારે એક શખસે જણાવ્યું હતું કે અમારે પાણી પીવું છે, અવનીબેને કહ્યું હું પાણી લઇને આવું છું તમે દૂર ઉભા રહો તેમ કહેવા છતાં એક શખસ વધુ નજીક આવતાં અવનીબેન આવનાર શખસની દાનત પારખી જતાં બુમાબુમ કરતાં સોસાયટીના રહીશો આવે તે પહેલાં અવનીબેન સાથે ઝપાઝપી કરી અવનીબેનના ગળામાં રહેલી સોનાની ચેઇન તોડી નાસવા જતાં સોસાયટીના રહીશોએ ચેઇન સ્નેચિંગ કરવા આવેલા શખસને ઝડપી પાડયો હતો. અને તેને મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો. જ્યારે તેની સાથે રહેલો અન્ય એક શખસ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. આ શખસને થરા પોલીસ મથકે લાવતાં ટોળેટોળા ઉમટી પડયા હતા. થરા પોલીસે શખસની વધુ પુછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો