થરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં યુરિયા ખાતરની જરૂર પડે છે. યુરિયા ખાતર મેળવવા માટે જગતના તાતને લાઈનમાં ઉભું રહેવું પડે છે. થરામાં યુરિયા ખાતરની અછતને લઇ ખેડૂતોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સોમવારે ખાતરની ગાડી આવ્યાના સમાચાર મળતા ખેડૂતો ખાતર મેળવવા ઉમટી પડ્યા હતા. આ અંગે માંડલાના ખેડૂત રામસીભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘ખાતર મેળવવા માટે ખેડૂતોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. ખાતર આવે છે પરંતુ વેપારી એસોસિએશન તેમજ ખેતીવાડી અધિકારીઓની મીલીભગતથી ખાતરખેડૂતોને મળતું ન હોવાના આક્ષેપ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.