તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:થરા નજીક બનાસ નદી કિનારે નાળું પાકું કરવા ખેડૂતોની માંગ

થરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બનાસ નદીમાં નર્મદાનું પાણી છોડવા માંગ

કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન બનાસ નદી વર્ષો પહેલા વહેતી રહેતા આ વિસ્તારમાં ભૂગર્ભ જળ ખુબ જ ઉપર હતા. પરંતુ દાંતીવાડાનો ડેમ બનતા નદીમાં પાણી બંધ કરાતા પાણીના તળ ઊંડે જતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલ બનાવી નર્મદાનું પાણી બનાસ નદીમાં નાખતા પુનઃ ભૂગર્ભ જળ ઊંચા આવ્યા હતા. બે વર્ષથી 2017 ના વર્ષમાં ભારે પૂરના કારણે બનાસ નદીમાં નર્મદાનું પાણી જ્યાંથી નાખવામાં આવતું હતું તે તૂટી જતા સુજલામ સુફલામમાં નર્મદાનું પાણી છોડવામાં મુશ્કેલી પડી રહી છે.

આ સમસ્યા હલ કરવા તાલુકાના ખેડૂતોએ રજૂઆતો પણ કરેલ છતાં કોઇ પરિણામ મળેલ નથી. પરિણામે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભૂપતજી મકવાણાએ જણાવ્યું હતું કે ‘2017 ના પુરમાં નુકશાન પામેલ બનાસ નદીને અડીને આવેલ સુજલામ સુફલામનું નાળું નવું બનાવી બનાસ નદીમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો