તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કાંકરેજની નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માંગ

થરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ નજીક ચાંગા ગામને જોડતી રાધનપુર બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતાં 10 થી વધુ ગામોના ખેડૂતો ખેતી અને પશુપાલનમા મુશ્કેલી પડી રહી છે તેને નિવારવા કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના હેમુભાઇ જોષીએ મુખ્ય પ્રધાનને લેખિત રજૂઆત કરી હતી.

આ અંગે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમુભાઇ જોષીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પાણી બંધ રહેતાં ઉનાળુ પાકને પણ અસર થઇ છે. અને ચાલુ ખરીફ પાકમાં પાણીના કારણે મુશ્કેલી પડી રહી છે. તો ખેડૂતોના હિતમાં પાણી છોડવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કલેકટર, મામલતદાર લેખિત રજુઆત કરી પાણી છોડવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...