તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મવિલોપનનો પ્રયાસ:ભ્રષ્ટાચારની તપાસ ન થતાના આક્ષેપ સાથે યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ

થરા- શિહોરી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા 21 મેએ અરજી કરી હતી
  • કાંકરેજ તાલુકા પંચાયતમાં શિરવાડાનો યુવક જલદ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપેએ પહેલા પોલીસે બચાવ્યો

કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોઇ તેની તટસ્થ તપાસ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે ગામના યુવકે શુક્રવારે કાંકરેજ તાલુકા પંચાયતમાં જલદ પ્રવાહી છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તે દિવાસળી ચાંપે તે પહેલા પોલીસે બચાવી લીધો હતો.

કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે ગામના કનુભાઈ જોષીએ તા.21 મે 2021 ના રોજ અરજી કરી હતી. જે અનુસંધાને બે દિવસ અગાઉ તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમારે સ્ટાફ તેમજ પોલીસ સાથે શિરવાડા ગામે જઇ તપાસ કરી હતી.

જે દરમિયાન શુક્રવારે કનુભાઇ જોષી કાંકરેજના થરા ખાતે તાલુકા પંચાયતમાં જલદ પ્રવાહી લઇને પહોચ્યા હતા. જોકે, દિવાસળી ચાંપે તે પહેલા PSI એસ. વી. આહિરે તેને બચાવી લીધો હતો. અને નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાક્રમને પગલે અન્ય અરજદારોનું ટોળું એકત્ર થયું હતુ. ભારે ઉત્તેજના પ્રસરી હતી.

અરજી સંદર્ભે તપાસ કરી જિલ્લા કક્ષાએ રિપોર્ટ કર્યો છે : તાલુકા વિકાસ અધિકારી
શિરવાડા ગામના કનુભાઈ જોષીએ વિકાસના કામોમાં ભ્રસ્ટાચારના આક્ષેપો સાથેની કરેલી અરજી અનુસંધાને થરા પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયત સ્ટાફ અને સરપંચ તેમજ અરજદારને સાથે રાખી નિષ્પક્ષ તપાસ કરી રિપોર્ટ જિલ્લાકક્ષાએ મોકલ્યો છે. તેમ છતાં અરજદાર શુક્રવારે તાલુકા પંચાયત કચેરીએ ડબલામાં કોઇ પ્રવાહી લાવી આત્મ વિલોપનનો પ્રયાાસ કર્યો હતો. જોકે, તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી મામલો થાળે પાડ્યો હતો.> રમીલાબેન પરમાર,તાલુકા વિકાસ અધિકારી,કાંકરેજ

અન્ય સમાચારો પણ છે...