વિજયોત્સવ:બનાસબેંકના ચેરમેન પદે અણદાભાઇ પટેલની બિનહરીફ વરણી થતાં થરામાં વિજયોત્સવ

થરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના ખસા ગામના વતની અને અને બનાસબેંકમાં છેલ્લા છ ટર્મથી ડીરેકટર પદે ચુંટાતા અણદાભાઇ રામાભાઇ પટેલની બનાસકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લીના ચેરમેનપદે બિનહરીફ વરણી થી સમગ્ર જીલ્લામાં આનંદ છવાયો હતો.

શુક્રવારે મોડી સાંજે રત્નાકર શોપિંગ સેન્ટર ખાતે અણદાભાઇ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યાંથી વિજય સરઘસ થરા માર્કેટ યાર્ડ ખાતે આવ્યું હતું ત્યાં મહાકાલ નવખંડ મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા થરા માર્કેટયાર્ડ ખાતે તાલુકાના તમામ સમાજના અગ્રણીયો ની ઉપસ્થિતિમાં બનાસબેંકના કર્મચારીઓ અને તાલુકાના તમામ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અણદાભાઇ પટેલનું ઉષ્માભેર સ્વાગત કરી ફુલહાર પહેરાવી ફટાકડાની આતશબાજી કરી શુભકામના પાઠવી હતી

આ પ્રસંગે બનાસકાંઠા ના સહપ્રભારી સુરેશ શાહ, પૂર્વ ધારાસભ્ય મગનસિહ વાઘેલા, જીલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, બનાસકાંઠા જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ , સુખદેવસિંહ સોઢા, હરગોવનભાઈ શિરવાડીયા, તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, પ્રહલાદસિંહ વાઘેલા, હરદાસભાઇ ઠાકોર, હેમુભાઈ જોશી, સહીત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...