તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાંકરેજ તાલુકાના બલોચપુરના 60 વર્ષિય વૃદ્ધનો મૃતદેહ 15 દિવસ અગાઉ ગોદા ગામ નજીક કેનાલમાંથી મળ્યો હતો. જેમના થેલામાંથી મળી આવેલી સૂસાઇટ નોટના આધારે પોલીસે વૃદ્ધની પ્રેમિકા સહિત 20 વ્યાજખોરો સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બલોચપુર ગામના રહેવાસી અને ઘણાં વર્ષોથી થરામાં રહી ટોટાણા રોડ ઉપર કરીયાણાની દુકાન ચલાવતાં ઠાકોર બલુજી વરસુંગજી (ઉ.વ.60) છેલ્લા ધણા સમયથી અગમ્ય કારણોસર થરાથી કયાંક ચાલ્યા ગયા હતા.દરમિયાન 21 જાન્યુઆરી 2021ના દિવસે ગોદા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.થરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પોલીસને મૃતકના થેલામાંથી જેના દ્વારા ત્રાસ આપેલા લોકોના નામ મળ્યા હતા. આ અંગે તેમના પુત્ર કલ્પેશજી બલુજી ઠાકોરે ગુરૂવારે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેઆ આધારે પોલીસે પ્રેમિકા સહિત 20 શખ્સો સામે ગૂનો દાલખ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધને આ કારણે આપધાત કરવો પડ્યો
બલુજી વરસુંગજી ઠાકોર સાથે કાંકરેજના ઉણ ગામની અને હાલ અબલુવા ગામે રહેતી રેખાબેન અગરાજીએ આડાસંબંધો બાંધી પ્રેમજાળમાં ફસાવ્યા હતા. જેમને પરીવારથી અલગ કરી પત્ની તરીકે રહેતી હતી. તેમ છતાં રેખાબેન ઠાકોર અબલુવા ગામના પાંચાભાઇ અમરતભાઇ દરજી સાથે આડાસંબંધ ધરાવતી હતી. દરમિયાન મૃતક બલુજી ઠાકોરને મહિના અગાઉ ઓધારજી વિરચંદજી ઠાકોર, સુરેશજી ઓધારજી ઠાકોર (મુળ રહે.ભાટસણ,હાલ રહે.જંગરાલ)ની મદદથી જંગરાલ તેમજ અબલુવા ગામેથી ત્રાસ ગુજારી કાઢી મુક્યા હતા. અને પરીવારથી વિખુટો પાડી શારીરીક માનસિક ત્રાસ આપી મરવા માટે મજબુર કર્યો હતો. બીજી તરફ અન્ય વેપારીઓ કે જેમણે બલુજી ઠાકોરને વ્યાજે પૈસા આપ્યા હતા. તેમણે પણ નાંણાની બળજબરીપુર્વક ઉધરાણી કરતાં હોઇ વૃધ્ધે આપઘાત કર્યો હતો.
આપઘાત કરવા માટે મજબુર કરનાર શખ્સો
(1) રેખાબેન અગરાજી ઠાકોર (રહે. ઉણ (અમરપુરા) હાલ અબલુવા, (2) ઓધારજી વિરચંદજી ઠાકોર (3) સુરેશજી ઓધારજી ઠાકોર, (મૂળ રહે. ભાટસણ હાલ રહે. જંગરાલ(4) પાંચાભાઇ અમરતભાઇ દરજી (રહે. અબલુવા) (5)દેસાઇ મલાભાઇ ગણેશભાઇ (કળોતરા) રહે.થરા (6) દેસાઇ નારણભાઇ પુંજાભાઇ રહે.થરા, (7) દેસાઇ ભરતભાઇ તળજાભાઇ રહે.થરા (8)દેસાઇ રાજાભાઇ રાયમલભાઇ રહે.વાંસાં (9) બ્રિજેશ ઠકકર રહે.થરા(બ્રિજેશ ટ્રેડીંગ કંપની) (10)જીતુભાઇ પુનમરામ મહેશ્વરી લાલભા શોપિંગની બાજુમાં) (11)કનૈયાલાલ કાળીદાસ ઠકકર રહે.થરા (12) નવિનકુમાર કાંતિલાલ ઠકકર ટોટાણા થરા (13)વિપુલ ટ્રેડીંગ કંપની પાટણ વિપુલ પટેલ (14) ઉમા કોર્પોરેશન ઉંઝા ખોડભાઇ પટેલ, (15)વાધેલા રામભા કુંવરસિંહ ખારીયા (16)વિહત ટ્રેડીંગ કંપની થરા ઠાકોર ભારુજી સુરાજી (17) વાધેલા વિક્રમસિંહ વિજુભા ખારીયા (18)પેલાદભાઇ ડોકટર મોટાજામપુર (19)પટેલ રમેશભાઇ રમાભાઇ મોટાજામપુર (20) ઠાકોર રામજીજી નાનજીજી (કામલપુર હાલ.પાલનપુર રેલ્વે સ્ટેશન)
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.