તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારધામ પર દરોડો:કાંકરેજના તેરવાડાથી 19000 રોકડ સાથે 6 જુગારી ઝડપાયા

થરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીની ટીમનો જુગારધામ પર દરોડો

એલસીબીની ટીમ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી આધારે તેરવાડા ગામમાં રેડ કરતા છ શખસો જુગાર રમતા ઝડપાયા હતા. ફકીરમહમદ ધુડાભાઈ સિપાઈ, વિરભાણજી ભૂપતજી ઠાકોર, જયંતિભાઈ કરસનજી માળી, મિથુનભાઈ માણજી ઠાકોર, કાળુજી મગનજી ઠાકોર અને દિલાવરખાન આદમખાન બલોચ પાસેથી રોકડ રકમ રૂ.19,000 નો મુદ્દામાલ કબજે કરી થરા પોલીસ સ્ટેશને જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...