તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ:કાંકરેજના સલીમગઢ ગામમાં ઘરની ઓસરીમાં સૂતેલા પરિવારને છરી બતાવી 1.27 લાખની લૂંટ

થરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામનો કરવા જતાં એક વ્યકિતને હાથના ભાગે છરી મારી ઘરમાં પુરીને ફરાર થઇ ગયા

કાંકરેજ તાલુકાના સલીમગઢ ગામે ઘરની ઓસરીમાં સૂઇ રહેલા પરિવારને છરી બતાવી અજાણ્યા શખ્સોએ રૂપિયા 1.27 લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જ્યાં પરિવારના સભ્યએ લૂંટારૂઓનો સામનો કરતાં છરી મારી ઇજા પહોચાડી હતી.

કાંકરેજ તાલુકાના સલીમગઢ ગામે રહેતાં અમરતભાઇ માવજીભાઇ નાઇ (ઉ.વ.45) ગુરૂવારે રાત્રે પોતાના ઘરે પોતાના પરીવાર સાથે સુઇ રહ્યા હતા. ત્યારે રાત્રિના આશરે 2.00 કલાકે કોઇ અજાણ્યા ઇસમો લુંટ કરવાના ઇરાદે ધરના કંમ્પાઉન્ડમાં પ્રવેશ કરી અમરતભાઇ નાઇ તથા તેમના પત્ની જોશનાબેન, પુત્રી રીન્કલબેનને ધેરી લીધા હતા. જ્યાં એક ઇસમે અમરતભાઇને છરી ભરાવી બુમ બરાડા ન કરવા જણાવી તેમના પત્ની જોશનાબેન તથા પુત્રી રીન્કલબેન પાસે ઘરનો દરવાજો ખોલાવી અંદર પ્રવેશ કર્યો હતો.

અને તિજોરી ખોલાવી અંદર પડેલા સોના, ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 1,27,000ની લુંટ કરી અમરતભાઇને તથા તેમની પત્ની અને પુત્રીને ધરમાં પુરવાની કોશિશ કરતાં અમરતભાઇએ સામનો કરતાં એક ઇસમે અમરતભાઇના જમણા હાથના અંગુઠા ઉપર છરી મારી ઇજા કરી અમરતભાઇ તથા તેમની પત્ની તથા પુત્રી ત્રણે જણાને ધરમાં પુરી બહારથી દરવાજો બંધ કરીને લુંટ કરી નાસી ગયા હતા. આ અંગે અમરતભાઇ નાઇએ થરા પોલિસમાં જાણ કરતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગૂનો નોંધી તેમનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...