તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકને નુકશાન:સુઈગામના મોરવાડા માઇનોર -2 કેનાલ લીકેજ થતાં ઇસબગુલના પાકમાં પાણી ફરી વળ્યું

સૂઇગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુઈગામ તાલુકાના મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી મોરવાડા માઇનોર 2 કેનાલ સોમવારે રાત્રીના સમયે મોરવાડાની સીમમાં એક ખેતરમાં લીકેજ થતાં કેનાલનું પાણી ઇસબગુલ ના પાકમાં ફરી વળતાં 1 વીઘા જેટલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું છે.કેનાલમાં ઠેરઠેર તિરાડો પડી જવાને કારણે ખેતરોમાં કાયમી પાણી લીકેજ થતું હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા અહીં વ્યવસ્થિત રીપેરીંગ ના કરવાને કારણે ખેડૂતના પાકને નુકશાન થતું જ રહે છે.જેને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો છે.આ અંગે ખેડૂત ટીનાભાઈ ચાવડાએ રોષ સાથે જણાવ્યું હતું કે, કેનાલ ઠેકઠેકાણે લીકેજ છે. તિરાડો ને કારણે મારા ખેતરમાં પાણી સતત નીકળતું જ રહે છે.વારંવાર અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં અહીં થિંગડા મારી દેવાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો