તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુઈગામના સોનેથમાં બે ઝુંપડામાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, વૃદ્ધાને બચાવી લેવાયાં

સુઇગામ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
સોનેથ સીમમાં ભાગીયાના છાપરામાં આકસ્મિક આગ લાગતા ઘરવખરીનો તમામ સામાન બળી ગયો હતો. - Divya Bhaskar
સોનેથ સીમમાં ભાગીયાના છાપરામાં આકસ્મિક આગ લાગતા ઘરવખરીનો તમામ સામાન બળી ગયો હતો.

સરહદી સુઇગામ તાલુકાના સોનેથ ગામમાં બે ઝુપડામાં આગ લાગતાં ઝુંપડું અને સામાન બળીને સ્વાહા થઇ ગયા હતા. જ્યારે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. સોનેથ ગામની સીમમાં વૃદ્વા હમુબેન નેમાભાઈ ઠાકોર ખેતરમાં છાપરું બાંધી રહેતા હતા. ગુરુવારની રાત્રીના સમયે આકસ્મિક આગ લાગી હતી. સંજોગોવસાત ત્યાં દોડી આવેલ રમેશભાઈએ છાપરામાં લાગેલ આગમાં સુતા વૃદ્ધાને બચાવી લીધા હતા અને રાત્રીના સમયે દોડી આવેલા લોકોએ પાણી છાંટી આગ ઓલવવા પ્રયત્ન કર્યો પરંતુ ઝૂંપડામાં રહેલ ઘઉં, બાજરી, કરિયાણું, વાસણો તેમજ ગોદડા સહિત તમામ ઘરવખરીની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.

બીજી ઘટના શુક્રવારે ધોળા દિવસે સોનેથ સીમમાં દાનસંગભાઈ જીતાભાઈ લોદરીયાના ખેતરમાં ભાગ રાખી રહેતા સાંતલપુરના કોરડા ગામના ધનાજી હઠાજી ઠાકોરના છાપરામાં આકસ્મિક આગ લાગતા આજુબાજુમાં રહેતા ખેડૂતો દોડી આવ્યા હતા અને આગ ઓલવવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ વિકરાળ આગની ઝપેટમાં ઘાસનું ઝૂંપડું બળીને ખાખ થઇ જતાં ઝૂંપડામાં રહેલ ઘરવખરીનો તમામ સામાન બળી જતાં શ્રમિક પરિવાર નોંધારો બની ગયો હતો. ગામમાં એક સાથે આગ લાગવાની બબ્બે ઘટનાઓને લઈ અફડા-તફડી મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો