અકસ્માત:સુઇગામ-વાવ રોડ પર કોલસો ભરેલું ટ્રેલર પલટતાં બે કલાક રસ્તો બંધ રહ્યો

સુઇગામ,ભાભર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સનાળીના પાટિયા પાસે અકસ્માત, બંને બાજુ બે-બે કિલોમીટર લાઇનો લાગી

સુઇગામ-વાવ હાઇવે ઉપર સોમવારે કોલસો ભરેલ ટ્રેલર હાઇવે વચ્ચે પલટી મારી જતા બંને સાઇડ બે-બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ થયો હતો. આમ બે કલાક સુધી રસ્તો બંધ રહેતા વાહનચાલકો અને પ્રવાસીઓ અટવાયા હતા.સુઇગામથી વાવ તરફ જતું આરજે-07-જીસી-7234 નંબરનું ટ્રેલર સોમવારે બપોરે સુઇગામ તાલુકાના સનાળીના પાટિયા પાસે ટ્રેલર ચાલકે કાબૂ ગુમાવતા રોડ વચ્ચે પલટી મારી જતા બન્ને સાઈડ વાહનોની બે-બે કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી હતી.

સતત બે કલાક સુધી રસ્તો બંધ રહેતા વાહનવાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા અને નડાબેટ ટુરીઝમ બોર્ડરથી આવતા નાના વાહનો, પ્રવાસીઓ ગાડીઓ મોટી સંખ્યામાં હોવાથી રોડ ઉપર ટ્રાફિકજામથી લોકો મુંઝાયા હતા. બાદમાં રોડ વચ્ચેથી ટ્રેલર હટાવી સુઈગામ પોલીસે રસ્તો ચાલુ કરાયો હતો. સાંજના પાંચ વાગ્યા સુધી વાવ, સુઈગામ હાઈવે રોડ ઉપર ટ્રાફિકજામ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...