ઓડિયો વાયરલ:સુઈગામ તાલુકા પંચાયતના પ્રમુખે જાતિભેદ મામલે TDOને કહ્યું, ‘જિલ્લાના કલેક્ટર પણ તમારા જેટલું ડેરિંગ નથી કરતા’

સુઈગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને વચ્ચેની વાતચીતની ઓડિયો વાયરલ થતાં મામલો ગરમાયો

સૂઇગામ તાલુકા પંચાયતના પ્રમુખ મેવાભાઇ કલાલે મહિલા ટીડીઓ કાજલબેન આંબલિયા સમક્ષ પોતે અનુસૂચિત જાતિના હોઇ ટીડીઓ દ્વારા કોઇ સૂચન ધ્યાને લેવામાં આવતું નથી. જાતિભેદ રાખવામાં આવી રહ્યો છે. જેવા આક્ષેપો કરતાં મામલો ગરમાયો છે.બંને વચ્ચેની વાતચિતની ઓડિયો વાયરલ થયો હતો.

ઓડિયોમાં થયેલી શબ્દશઃ વાતચીત

ટીડીઓ : હા બોલો

પ્રમુખ : હા, બેન તમને કોણે આટલી બધી સત્તા આપી છે, પ્રમુખને ધમકી આપો, બીજા બધાને ધમકી આપો

ટીડીઓ : કોણે કહ્યું, ધમકી આપી

પ્રમુખ : તમે તમારા મનને શુ સમજો છો એ જાણવું છે મારે મારા માટે

ટીડીઓ : એતો મારે તમને પુછવું જોઇએ

પ્રમુખ : તમે મારા ઉપર શુ કરી લેશો તમે

ટીડીઓ : તમે શા માટે મને ફોન કર્યો છે.

પ્રમુખ: તમે તા. પં.માં ઘડીક અહીંયા ફરતા હોવ, બીજા તાલુકામાં તમે ગાડીઓ લઇ ફરતા હોવ, તમને કોણે સત્તા આપી છે. એટલી બધી

ટીડીઓ : તમારો વિષય છે ?

પ્રમુખ: વિષય મારો જ છે. પ્રમુખ તરીકે હું તાલુકા પંચાયતનો ભાગ નથી ?

ટીડીઓ : બીજો કોઇ સવાલ હોય તો કહો

પ્રમુખ: બીજો કોઇ સવાલ નથી. હુ હંગામો કરીશ, હું તાલુકા પંચાયતમાં મોટો બધો

ટીડીઓ : બીજુ કંઇ

પ્રમુખ: આ ડેરીંગ કરવાનું છોડી દો તમે બીલકુલ

ટીડીઓ : બીજી કંઇ

પ્રમુખ : અનુસૂચિત જાતિના માણસોને દબાવવાનું બિલકુલ છોડી દો તમે

ટીડીઓ : ઓકે, બીજુુ કંઇ

પ્રમુખ : બીજુ તો હું જોઇ લઉ, બીજુ શુ થાય તે જોજો

ટીડીઓ : હા, બીજું કઈ, હવે કાંઇ કહેવાનું છે.

પ્રમુખ : હવે છેને ડેરીંગ કરવાનું છોડી દો

ટીડીઓ : બીજુ કંઇ

પ્રમુખ : કલેકટર પણ ડેરીંગ નહી કરતાં આટલું જિલ્લાના

ટીડીઓ : ઓકે, બીજુુ કંઇ

પ્રમુખ : સમજ્યા, બીજુ બીજુ....

ટીડીઓ : હું સારી રીતે સમજી ગઇ, મારી આંખો ખોલવા માટે પ્રમુખશ્રી આપનો ખૂબ ખૂબ આભાર

પ્રમુખ : હવે કહેવું નથી, હું કરી બતાવીશ, નહી થાયને તો રાજીનામું મુકીશ પણ કરી બતાવીશ હું

ટીડીઓ : સારૂ, બીજુ કંઇ

પ્રમુખ : બસ

પ્રશ્નનું નિરાકરણ લવાશે
પ્રમુખ દ્વારા ઓડિયો કલિપ વાયરલ કરાઈ છે. જેમાં મારા ઉપર આક્ષેપો છે. તે પાયાવિહોણા અને ખોટા છે. તેમની સાથે બેઠક કરી પ્રશ્નોનું નિરાકરણ લવાશે.: કાજલબેન (ટીડીઓ)

ન્યાય નહી મળે તો ઉપવાસ આંદોલન
અનૂસૂચિત જાતિમાંથી આવતો હોવાથી અવગણના થઇ રહી છે. ઓડિયો કલિપ વાયરલ કરી ન્યાય માંગ્યો છે. જો નહી મળે તો છેલ્લે ઉપવાસ આંદોલન કરીશ.:મેવાભાઇ કલાલ (પ્રમુખ, સૂઇગામ તાલુકા પંચાયત)

અન્ય સમાચારો પણ છે...