તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ખેતરમાંથી ચાલવા બાબતે વૃદ્ધાને માથામાં ધોકો માર્યો

સુઇગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુઇગામના રામપુરાના શખ્સ સામે ફરિયાદ

સુઇગામ તાલુકાના રામપુરા ગામની એક વૃદ્ધ મહિલા પોતાના ગીરો આપેલ ખેતરમાંથી નીકળતી વખતે ગીરો રાખનાર એક શખ્સે ખેતરમાં કેમ ચાલે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ વૃદ્ધાના માથામાં ધોકો મારતાં મહિલા લોહી લુહાણ થઈ ગઈ હતી. જે અંગે ગામના શખ્સ વિરુદ્ધ સુઇગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે. રામપુરા ગામના વિધવા વૃદ્ધ મહિલા રાધાબેન ભૂરાભાઈ ઠાકોર પોતાના ખેતરમાં વાળું પાણી કરી બેઠેલ હતા.

ત્યારે શેઢા પાડોશી જવાનસિંહ સવજી ભાટી (રાજપૂત) મનફાવે તેમ અપશબ્દો બોલતા હોઇ અને ગીરો આપેલ ખેતરમાં કેમ ચાલે છે તેમ કહેતાં રાધાબેને અપશબ્દો બોલવાની ના પાડી અને કહેલ કે ખેતર તો મારું છે ને તમને ગીરો આપેલ છે એમ કહેતાં જ જવાનસિંહે ઉશ્કેરાઈ જઈ વિધવા રાધાબેનના માથામાં ધોકો ફટકારતા તેઓ ચક્કર ખાઈ નીચે પડી ગયા હતા.

તેમના પૌત્રએ બુમાબુમ કરતાં બાજુમાંથી શિવાભાઈ નારણભાઈ વજીર અને સવાઇજી રૂપસીજી દરબાર દોડી આવેલ અને જવાનસિંહ રાજપૂતને સમજાવી દૂર લઈ ગયા હતા. જ્યારે લોહીલુહાણ હાલતમાં રાધાબેનને થરાદ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. જે અંગે જવાનસિંહ રાજપુત વિરુદ્ધ સુઇગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...