ગ્રામજનોમાં ભારે ઉત્સાહ:સુઇગામ તાલુકામાં હારેલા ઉમેદવારો વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા

સુઇગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મતગણતરી પર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. - Divya Bhaskar
મતગણતરી પર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
  • 15 ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર,સમર્થકો ઊમટી પડ્યા

સુઈગામની મામલતદાર ઓફીસ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ કરતાની સાથે મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારના મતદાતાઓ પોતાના ઉમેદવારને વિજય હાંસલ કરવા માટે સુઈગામની મામલતદાર ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા. સુઈગામ તાલુકાની ભારે રસાકસીભરી સુઇગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સંરપચો વિજેતા થતાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જ્યારે હારેલા ઉમેદવારો પણ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવીને ગામમાં એક્તા જળવાઇ રહે તેવી પહેલ કરી સદભાવનાનો સંદેશ આપ્યો હતો. મત ગણતરી મોડા સુધી ચાલશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું પરંતુ ચુંટણી પરીણામ જાહેર થતાં લોકોના ટોળેટોળા સુઈગામ મામલતદાર ઓફીસ ખાતે ઉમટી પડ્યા હતાં અને કોરોના ગાઈડ લાઈનનું પાલન જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...